Gujarati Quote in Blog by Kotak Sanket

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઘરમાં કાંઈ ખૂટતું નથી,
કોઈ વહેલું ઉઠતું નથી
નાસ્તા નાં ટેબલ પર,
થાય છે વાતોનાં વડા..
પરવારીને જલ્દી હવે
નહાવાનું સૂઝતું નથી
ઘરમાં કાંઈ ખૂટતું નથી,
કોઈ વહેલું ઉઠતું નથી

ઝાડુપોતાંની
થઈગઈ છે આદત
ને ચોખ્ખુંચણાક હવે લાગે છે ઘર
કોઈપણ ક્યાંય કશું
આડુંઅવળું ઘરમાં
જરાય મૂકતું નથી

ગરમ ગરમ જમવાનું,
ને પ્રેમ ભર્યો આગ્રહ.. !
વધારે ખાઈને, આફરો ચડાવી
હુંફાળી બપોરે
સુવાનું કોઈ જરા ચૂકતું નથી

ઘરમાં જ થઈ જાય છે,
મિજબાની સાંજે,
પણ એનાં ફોટા
ફેસબુક પર
કોઈ હવે મૂકતું નથી

હોટલ ને ડિનર,
પાર્ટી ને પબ
થીએટર, પોપકોર્ન, નાં ખર્ચા ગાયબ
ઘરનું ખાવાનું ને ઘરનું ટીવી
હવે કોઈપણ કશા માટે ઝૂરતું નથી

હવે પાછુ જવાનું
જો આવશે ઓફિસ
તો શીખવું પડશે
બધું નવેસર થી
મનની શાંતિ ને પરિવાર નો પ્રેમ
હવે પૈસા પાછળ
છોડ, ઝૂરવું નથી
આખી દુનિયા
જાણે વસી છે ઘરમાં
ખોટેખોટી આ દુનિયાની હોડમાં
જીવતેજીવત, જા મરવું નથી
હવે પૈસા પાછળ
છોડ, ઝૂરવું નથી...💐

Gujarati Blog by Kotak Sanket : 111395021
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now