Gujarati Quote in Poem by Mital

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એની સાથે થયેલી મારી પ્રથમ મુલાકાત એ ક્યારેય નહિ ભુલાય...

હાથમા હાથ રાખી ચાલતા ચાલતા અચાનક ઉભા રહીને મારાં હાથને એનું ચુમવું,
એની એ પ્રેમ નીતરતી નજર થી મારુ શરમાવું, અને મારો હાથ ખેંચી મને એની બાહો માં ભરવુ.. એ ક્યારેય નહિ ભુલાય..

ઝરમર વરસાદમાં ભીંજાતા ભીંજાતા કરેલી મસ્તી..
અને ઠંડીમાં ધ્રુજતા ધ્રુજતા એક જ કપ થી પીધેલી એ ચા ની ચુસ્કી.. ક્યારેય નહિ ભુલાય..

ચઢેલા મંદિરના પગથિયાં પકડીને એકબીજાનો હાથ, અને ભગવાનની સામે હાથ જોડીને દુઆઓ માં માગેલો એકબીજાનો સાથ.... એ ક્યારેય નહિ ભુલાય..

એના મને છોડી જવાના ડરથી મારી આંખમાં આવેલી ભીનાશ,
અને મારી કમર પર હાથ રાખી કરેલો એ કપલ ડાન્સ... ક્યારેય નહિ ભુલાય..

ઝઘડતા ઝઘડતા હું ગુસ્સે થઇ ને એને કહેતી કે તું મને છોડી દઈશ તો હું તને મારી નાખીશ..
અને મારાં પાગલપન પર હસતા હસતા મારુ કપાળ ચૂમીને એ કહેતો કે હું તને છોડીને ક્યારેય નહિ જઈશ.. એ ક્યારેય નહિ ભુલાય..

વચન આપ્યું હતું મને એની જીવનસંગીની બનાવવાનું, અને જિંદગીભર દરેક પરિસ્થિતિમાં સાથ નિભાવવા નું... એ ક્યારેય નહિ ભુલાય...

પરંતુ જુઠા હતા એના વચનો અને જૂઠી હતી એની વાતો..
વધી ગયા હતા ઝઘડા અને બંધ થઇ ગઈ હતી એ વાતો જેમાં જાગતા જાગતા નીકળી જતી આખી આખી રાતો.... એ ક્યારેય નહિ ભુલાય...

થઇ એને એવી તો સુ ગલતફેમી કે થયો મારી પર અવિશ્વાસ..અને ગુસ્સામાં આવી ઉપાડ્યો મારી પર હાથ..
બસ એ જ બની ગઈ મારી આખરી મુલાકાત...એ ક્યારેય નહિ ભુલાય..

Gujarati Poem by Mital : 111394938
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now