ખેડુતની આત્મવેદના
નથી ખબર મને આ લોકડાઉન કે'વું છે
રાત દિવસ મારે ખેતરમાં રચ્યું પચ્યું રે'વું છે
વાવેતર બાકી, મોસમ ચાલે છે ઘઉં ધાણાની
ધરતી પુત્રને ચિંતા છે સૌના ખાલી ભાણાની
રોજ વહેલા ઊઠી વાડીયે જાવાનું મારૂં પાક્કુ છે
કોઈ ના જુએ મારા ભાણામાં કેટલુ મોટુ ફાકુ છે
નથી ગમતું લોકડાઉનમાં હરકોઈને બા'રે જાવું છે
ભુખ્યો ના'રે બાળ કોઈ ઈશ આંખે મારે જોવું છે
મારા કાર્યકરોનું વેતન મનથી પણ હું ના કાપી શકું
હા, પછી મારા બાળને ભલે કંઈ ના આપી શકું
ખેડુતોની છે આત્મવેદના આ, ના કદાપી કે'તો કો'ને
સાંભળે આંતરનાદ કોઈ તેજલ કહે કરજોડી સૌને
લેખિકા :: તેજલ વઘાસીયા
૯/૪/૨૦૨૦ , ૭:૩૫
જય જવાન જય કિસાન
જય ભારત જય હિન્દ
જય શ્રી કૃષ્ણ