Prem_222 :
ઘણાં લાંબા સમય પછી એક મેક ને મળવાનો સમય આવ્યો હતો, ઘણી પુરાણી જગ્યા પર મુલાકાતો થતી ને આજે પણ એમાની એક જગ્યા એટલે લવ ગાર્ડન, એજ ઝાડ, એજ પક્ષીઓ, એજ જગ્યા, ને એજ ચોકીદાર બધા ને એમજ કે ગઈ મુલાકાત ની જેમ આ પણ એમની દરરોજની મુલાકાત હસે, એ ક્યાં જાણે છે કે આજે આ પ્રેમી પંખી છેલ્લી મુલાકાતે અવેલા છે, એ તો બસ મને અને એમને ખબર કે
આજે હું મન ભરી ને મળી લેવાના અમે અહીં જાહેરમાં, પક્ષીઓ ની કલરવ માં રડી લેવાના અમે અહીં બાગ માં,
આ કાચા પાકા નિયમો થી વીંટાળાયેલા અહીં દુનિયામાં,
ખબર ક્યાં હતી કે કોરી ખાસે વિરહ અમને અહીં જિંદગીમાં...
જેવું એનું મને અડવુ ને મારી રોમ રોમમાં એક જણજણાટી ઉભરાઈ જવી, મુલાકાત તો છેલ્લી હતી ને પલ પલ ની વેદના પણ ભરવી હતી, વાતો એક પણ ના થઈ ને વિદાય ની વસમી વેળા આવી ઊભી રહી, જ્યાં ચાલ્યા એક ડગલું ત્યાં એની યાદ આવી જે દુઆ આપી ગયેલી માંગવા વાળી કે રાધાકૃષ્ણ ની જોડી ક્યારેય નઈ તૂટે સદા એકમેક થઈ ને રહેશે.. સાચી વાત હતી રાધાકૃષ્ણ ક્યાં મળ્યાં આ ભુવન માં, દિલ માં વસી ગયા એકમેક ના....
હજુ પણ જાઉં એ ગાર્ડન મા તો આજે પણ અકબંધ છે એ જગ્યા, ને આજે પણ મને યાદ આવે એ દુઆ... રાધે કૃષ્ણા ની જોડી સલામત રહે... બસ એજ હતી આખરી મુલાકાત..
🙏🙏🙏
#મુલાકાત