મારા દિલમાં ઉભરાતી ઉમંગની ઉર્મિઓ હતી;
તને પ્રથમવાર મન ભરીને નીરખવી હતી;
આજે તારી ને મારી પ્રથમ મુલાકાત હતી.
તારી સાથે સમય ગાળવાની આશ હતી;
તને કહેવાની ઘણી મીઠી વાતો હતી;
આજે તારી ને મારી પ્રથમ મુલાકાત હતી.
એકબીજાની આંખમાં ડૂબવાની વાત હતી;
હાથને હાથમાં લઈ માણવી સ્પર્શની હૂંફ હતી,
આજે તારી ને મારી પ્રથમ મુલાકાત હતી.
મળવાને ઘણી વાર હતી;
સાંજ જલ્દી ઢળતી નહોતી;
આજે તારી ને મારી પ્રથમ મુલાકાત હતી.
રચવી ભાવિ જીવનની રંગોળી હતી;
જોવી તારી આંખમાં મારી છબી હતી,
આજે તારી ને મારી પ્રથમ મુલાકાત હતી.
મૂકવી તારા હાથોમાં યાદોની મહેંદી હતી;
કહેવી ઘણી પ્રેમની વાતો હતી,
આજે તારી ને મારી પ્રથમ મુલાકાત હતી.
મુલાકાતને દિલમાં કોરવી હતી;
તેને લગ્નની વેદી સુધી પહોંચાડવી હતી,
આજે તારી ને મારી પ્રથમ મુલાકાત હતી.
તારા શોખ અને ગમતી વાતો જાણવી હતી;
મારી પસંદ નાપસંદ જણાવવી હતી,
આજે તારી ને મારી પ્રથમ મુલાકાત હતી.
આજે તારી ને મારી પ્રથમ મુલાકાત હતી.
નિમિકા.
#મુલાકાત