પાંપણ માં ઘડપણ ડોકીયા કરે,
આંખમાં તરવરાટ ઘૂઘવ્યા કરે,
વીંટબણાઓ વીંટણાયા કરે,
સમય સતત અસખલીત વહ્યા કરે,
જીવનની આ દોડ ધામમાં પહોંચવાનું ક્યાં...???
આ ચક્રવ્યૂહ મા અભિમન્યુની જેમ,
કોઠા વિધવાનો પ્રયાસો કર્યા કરીએ,
વીંટબણાઓ ના વેલાઓ વિટળાયા કરે,
આ વેલાઓને કાપુ તો સતત ફૂટ્યા કરે,
એની ભુભુલામણી મા કેંડી ક્રશ ના સ્તરો વિધ્યા કરું,
અને પત્રો ને પત્રકોની આ ભાષા માં અટવાયા કરું,
ઘરનાઓને સતત જીવંત રાખવાનો સંઘર્ષ કર્યા કરું,
હું આ ક્ષણોને તોડવામાં વહ્યા કરતા સમયના માર્ગને કેડી કર્યા કરું..