મુલાકાત તારી યાદ છે મને.
કદી પણ સાથ ના છોડવા ની તારી વાત યાદ છે મને..
હતા સુખદુઃખ ના ભાગીદાર યાદ છે મને..
મૌન થઈ તારી વાત સાંભળતી યાદ છે મને..
ખોવાઈ જતી તારા મા યાદ છે મને..
તારૂં રુઠવુ મારૂં મનાવવું યાદ છે મને..
અને છેલ્લે તારુ મને છોડી ને જવું યાદ છે મને..
તારી યાદ માં સયૉ નુ યાદ છે મને..
સ્વપ્ન ચિત્ર દોર્યા નું યાદ છે મને..