Gujarati Quote in Poem by Pankil Desai

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દંભ...

દેશમાં દ્વેષ નો વેશ ,
સૌહાર્દ નું નામશેષ .

વેરભાવના નો નાંખી ખેસ ,
સામાજિકતા નો આભાસી પરિવેશ .

ધર્મનિરપેક્ષતા (સેક્યુલર) નું છદમાવરણ ,
ડહોળે શાંતિનું વાતાવરણ .

દેશને અસહયોગ માં પૂર્ણ સહયોગ ,
વ્યક્તિવિશેષ નાં વિરોધનો કેવો યોગાનુયોગ .

ઉદારમતવાદી (લિબરલ) હોવાનો દંભ ,
નફરતનો છલકાયો કુંભ .

અકારણ વિરોધનાં વંટોળ ,
વિચારવિવેક થયાં ડામાડોળ .

નિત્યનૂતન વિષય ઊપજાવી ,
દેશની ગરિમા ખરડાવી .

ધરી અભિવ્યક્તિની સ્વતંત્રતા નો લિબાસ ,
નિરંતર દેશવિરોધી વાણીવિલાસ .

દેશ જ્યારે ચઢે પ્રગતિની વેલ ,
પેટમાં ત્યારે અચૂક રેડાય તેલ .

દેશ અગ્રસર પ્રગતિનાં પંથે ,
ઊતરે ન આ વાત કંઠે .

નગણ્ય મુદ્દે મીણબત્તી નાં સરઘસ નીકળે ,
દેશ કાજે જો હોય કરવું ! તો ન કોડિયું કે ન મીણબત્તી પરવડે .

છે સંવિધાન અને ન્યાયતંત્ર ખતરામાં ,
રહે હરહંમેશ આજ ભ્રમણામાં .

અચૂક અવિરત નિશાને વ્યક્તિવિશેષ ,
હૂંફ નાં કેન્દ્રસ્થાને હરહંમેશ ધર્મવિશેષ !

લોકશાહી ની આડશમાં
રાષ્ટ્ર સમ્માન નું અમાપ અપમાન !
વિચાર નવભારતનો માથું ઊંચકે ,
ચાણક્યનીતિ લાવશે ઠેકાણે સાન !
.
.
✍🏼.. પંકિલ દેસાઈ

Gujarati Poem by Pankil Desai : 111394022
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now