હાર-જીત
હારમાં પણ હું , જીતનો આસાર શોધું છું,
નકામા કાગળની ઢગલીમાં હું ,કવિતા ધારદાર શોધું છું...... ૧
અડગ ઉભો રહી હું ,સતત એ કરમને સાખું છું ,
ભાગ્ય રૂપી એ દવાને હે ઈશ્વર તારી આસપાસ શોધું છું..... ૨
નિશ્ચલ મને અવિરત ,એ પ્રયાસ કરું છું ,
એ હાર નો સબક હું ,સ્વયંની આરપાર શોધું છું ...... ૩
જો હાર માનું નહિ, તો જીત નક્કી છે ,
લોકો ની નજર માં વસવાની જીદ હું અથાગ કરું છું ..... ૪
જીતની પાસે પહોચી એહસાસ થયો એ લક્ષ્ય નથી,
આ ટુંકા સફર ની ,તકલીફ હું પારાવાર ભોગવું છું .... ૫
- ડૉ .બ્રિજેશ મુંગરા