આ સમયને એ જ વાંધો પડે છે-
હું ક્યાંક ઉતાવળે પહોંચી જાઉં છું, તો
ક્યાંક મોડો પડું છું, એમાં હું શું કરું,
સંજોગો જ એવા હોય છે..
કદાચ એ જ કારણે સમયે
મને સાથ આપવાનું છોડી દીધું છે.
એ હવે દોડવીરની માફક મારાથી
આગળ નીકળી જાય છે, તો વળી ક્યારેક
માંદલો હોય એમ પરાણે મારી પાછળ આવે છે.
મન આ બધું વિચારી રહ્યું છે ત્યાં તો મારી નજર
દીવાલ પરના ઘડિયાળ પર પડી ત્યારે
સત્ય સમજાયું કે સમય તો
ઘડિયાળના કાંટા સાથે જ
ચાલે છે.
-- પ્રવીણ શાહ
#ઉતાવળું