વાતો વઢિયારની
અમથી આ રાગ કે વાતો વઢિયારની.
સાંજ મલે આછા અધંકારથી વાતો કરે વઢિયારની.
ચૂલો હાલ ઓલાયો ને માંડ પેટ ભરાયું વાતો કરે વઢિયારની.
અર્ધી ઊંઘ છોડી ગોઠ કરે નાતની, વાતો કરે વઢિયારની.
વહેલાં ઉઠી ટીમણ લઈ પારકે ગામ જવું દાડીયે, તોય મણ વાતો કરે વઢિયારની.
જેવાં ખાટલે પડે આડા ને સપના જોવે રાજા મિજાજના , વાતો કરે વઢિયારની.
ઉઠ અલા ઉઠ તાપ આયો માથે,
રાતે મોજમાંને મોજમાં કેટકેટલાંના ખેચ્યા તે ખેસ વાતો કરે વઢિયારની.
ભાગ વાલા ભાગ દુનિયા તારી રાહ જોવે સમતળને વારે, હજીએ તું વાતો કરે વઢિયારની.
જોજે છેટોના રે'તો આજના ઉગતા ટાણાથી નહિતર વાતો કરશે વઢિયાર કે તે'તો આખી આયુ વાતો કરી વઢિયારની.
મારા બંધુ આ તો સમાજ છે ભાત,કાત ને વાતનો.
(ભાત અેટલે અલગ અલગ રંગનો, કાટ એટલે ઊજેણી સાથે કાતરી નાખનારો અને વાત એટલે દંભથી ભરલોને ઊંચી ફાડવાવાળ।' )
મતલબ કે આવ ફરી બેસીએ વઢિયારને ઓટલે ને ફરી વાતો કરીએ વઢિયારની...
વીજભગત