ગઝલ.........
--------------------------------------------------
સાવ અમસ્તી, મસ્તી છોડી રહેવું પડશે.
આજ ગમંતી, વસ્તી છોડી રહેવું પડશે.
આજ ઝીલી લઈ બંધ આંખમાં સાચા વાવડ,
રોજ વરસતી પસ્તી છોડી રહેવું પડશે.
રોજ તરસતો દરિયો, મળવાની લાલચમાં,
નિર્જન ઘાટે કસ્તી છોડી રહેવું પડશે.
સાચી ખોટી રોજ ઝીલાતી કાને તાલી,
આજ પ્રતિષ્ઠા સસ્તી છોડી રહેવું પડશે.
એકમેક માં ડૂબી જઈને એક બનેલા
આજ અરિસે, હસ્તી છોડી રહેવું પડશે.
_______________________________
દિનેશ પરમાર 'નજર'
૧૧-૦૪-૨૦૨૦