ગજબનો સમાજ છે નઈ ! સગાઈ થાય છે ઘોડિયામાં,
લગ્ન થાય છે પ્રાથમિક શાળા ના અભ્યાસમાં,
આણુ કરે છે કોલેજ કાળમાં,
ગજબનો સમાજ છે નઈ....!!
મળે છે બન્ને એકબીજાને પ્રથમવાર ,
જાણે મળતા હોય કોઇ અજાણ્યા નર-નાર,
ગજબનો સમાજ છે નઈ....!!
પહેલું આણુ, બીજું આણું, ત્રીજું આણુ,
હજી પણ છે બન્ને એકબીજાથી અજાણ,
ગજબનો સમાજ છે નઈ....!!
પરણ્યો કહે એની પરણેતર ને વારંવાર,
તું ન જોઈએ મને , ભલે થાય આરપાર,
ગજબનો સમાજ છે નઈ....!!
થાય સમાજ ભેગું, કરે વાત કે ન'તું હેડવાનું આ જોડું,
તો સુ જોઈ કર્યું હતું આવું કજોડું,
ગજબનો સમાજ છે નઈ....!!
કરો દંડ, આપો દાગીના , આપો લખતું ,
ફરીથી ગોતો પાત્ર એકબીજાને ગમતું,
ગજબનો સમાજ છે નઈ....!!
- પ્રવિણ ગજ્જર