જરૂર પડે
તારા નામના ઉચ્ચારણ સાથે જ હિચકી આવે,
ત્યારે એક હળવી થપકીની જરૂર પડે
તું સાથે નથી એ વિચારતા જ મનમાં ચિંતા ઉભરાઈ આવે,
ત્યારે એક પ્રેમભર્યા પુકારની જરૂર પડે
તને તકલીફમાં જોઈ આ આંખ ભરાઈ આવે,
ત્યારે એક હુંફભર્યા સ્પર્શની જરૂર પડે
તારી યાદોમાં જીવતા આ મનને મુંઝારો થઇ આવે,
ત્યારે એક મુક્ત આલિંગનની જરૂર પડે
તારું પ્રતિબિંબ જોતા તું પાસે નથી એ યાદ આવે,
ત્યારે આપેલા સપ્તપદીના વચનની જરૂર પડે
- કિંજલ પટેલ (કિરા)
#Urgent