સિક્કા ની બે બાજુ એટલે સ્ત્રી અને પુરૂષ
એક ગાડા ના બે પૈડાં એટલે સ્ત્રી અને પુરુષ
પુરુષ વગર અધૂરી છે સ્ત્રી અને સ્ત્રી વગર અધૂરો છે પુરુષ
ના પૂછવી ઉંમર સ્ત્રી ને અને ના પૂછવી આવક પુરુષ ને
સ્ત્રી જો બોલે તો એને ટોકે પુરુષ
અને જો એ કામ કરે તો રોકે પુરુષ
જો એ સામે જવાબ આપે એને મારે પુરુષ
જો સ્ત્રી જ નહિ રહે તો શું કરશે પુરુષ
જન્મ આપે માતા અને બાળક કહેવાય પિતાનુ
જો બાળક ભૂલ કરે તો વાંક માતા તો અને જો તરક્કી કરે તો રોશન નામ થાય પિતાનુ
બંને નું મહત્વ છે સરખું
આટલું સમજો એજ ઘણું
પુરુષ કરતો બહુ મહેનત પરિવાર માટે
અને સ્ત્રી આખી ઉંમર ન્યોચ્છાવર કરતી પરિવાર માટે
જો બંને સાથે મળી ને ચાલશે
તો જ પરિવાર અને દેશ આગળ વધશે