લે ધુંધળી મારી નજર પડી, હવે તો આવ
અને સવાર ની સાંજ પડી, હવે તો આવ
બહુ છુપાવી નહિ શકું તારા પ્રત્યેનો લગાવ
વાતો આપણી લોકજીભે ચડી, હવે તો આવ
ઘણો કષ્ટદાયક હશે રાત્રીનો છેલ્લો પ્રહર
કે ભોર માં જો વાદળી રડી, હવે તો આવ
વર્ષો પછી સમેટ્યો કાટમાળ ભૂતકાળ નો
લે એમાં થી જૂની 'આરઝૂ" જડી, હવે તો આવ.
----લીચી શાહ "આરઝૂ"