Gujarati Quote in Poem by Nimika

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તારી ઉતાવળું વાત કરવાની રીત યાદ આવે છે,
તારી વાણીમાં રહેલી મીઠાશ યાદ આવે છે.

હું કારણ વગર રીસાઉ,તારા મને કરેલા મનામણાં યાદ આવે છે,
તારી નજરમાં રહેલી મને જોવાની તરસ યાદ આવે છે.

મને જોતા તારો ખીલી ઉઠતો ચહેરો યાદ આવે છે,
મારું નામ લેતા મરકી ઉઠતા તારા હોઠ યાદ આવે છે.

મને મળવા માટે તારા કરેલા બહાના યાદ આવે છે,
મારી નજરમાં તું શોધતી પ્રેમ, એ યાદ આવે છે.

તારા વણબોલાયેલા શબ્દો યાદ આવે છે,
તારા મૌનમાં રહેલો પ્રેમ યાદ આવે છે.

હવે તો તારી યાદો સાથેજ જીવવાનું છે,
અંતિમ ક્ષણોની પ્રતિક્ષા માટેજ જીવવાનું છે.













#ઉતાવળું

Gujarati Poem by Nimika : 111393037
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now