Gujarati Quote in Thought by No name

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"ઘણો ફેર લાગે છે"

સઘળાં સંબંધોમાં હવે ભેળસેળ લાગે છે;
મતલબ પછીના વ્યવહારમાં ઘણો ફેર લાગે છે.

ચહેરાં છે સુંદર ઘણાં હવે મન મેલાં લાગે છે;
મતલબ પછીના વ્યવહારમાં ઘણો ફેર લાગે છે.

વાતો કરે વખાણીને પણ પછી હડસેલાં લાગે છે;
મતલબ પછીના વ્યવહારમાં ઘણો ફેર લાગે છે.

દેખાળા છે દેવ સમા પણ એજ ખરાં દાનવ લાગે છે;
મતલબ પછીના વ્યવહારમાં ઘણો ફેર લાગે છે.

વિસ્વાસ કરવામાં પણ હવે વિખવાદ ઝાં-ઝાં લાગે છે;
મતલબ પછીના વ્યવહારમાં ઘણો ફેર લાગે છે.

પ્રમ તણાં બંધનો પણ હવે વેમથી ભરેલાં લાગે છે;
મતલબ પછીના વ્યવહારમાં ઘણો ફેર લાગે છે.

"આશ" હતી ફૂલોની પણ કંટક ચૂભતાં લાગે છે;
મતલબ પછીના વ્યવહારમાં ઘણો ફેર લાગે છે.

અમૃત બનાવીને હવે ઝેર પીવળાવતાં લાગે છે;
મતલબ પછીના વ્યવહારમાં ઘણો ફેર લાગે છે.

મતલબની આ દુનિયામાં બધાં મતલબનાં વ્યવહાર લાગે છે;
મતલબ પછીના વ્યવહારમાં ઘણો ફેર લાગે છે.

(Radhika Goswami) - "આશ"

Gujarati Thought by No name : 111392641
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now