સંબંધોનું ગણિત ક્યારેય ન સમજાયું મને
જ્યાં હું સ્નેહ નો સરવાળો કરતી... Bindu
ત્યાં જ કોઈ દુઃખ નો ગુણાકાર કરી બેસતું
જ્યાં હું ઉદાસીની બાદબાકી કરવા ઈચ્છતી
ત્યાં જ કોઈ હર્ષ નો ભાગાકાર કરી નાખતું
પરંતુ હે ઈશ્વર તું આનું પરિણામ ચોક્કસ આપે છે
જે જેવું કરશે તે તેવું જ પામશે....