અંતિમ શ્વાસ સુધી ની વાત માં તારી .
મીઠી મીઠી યાદ તારી માં
હરેક ક્ષણ મા વાત તારી માં
ઘણું બધું જીવન માં
દદૅ છુપાવી ને ફરતી માં
ચહેરા પર હાસ્ય મીઠું લય ફરતી
બધાજ સંબંધ પ્રેમ થી નિભાવતી અને પોતાનુ જ અસ્તિત્વ ભુલી જતી માં .
તને મેં જોય હતી માં.
જીવન ના અંતિમ શ્વાસ સુધી ચિંતા અમારી કરતી મેં તને જોઈ હતી માં..
બધા સંબંધ જોડી ને રાખવા માટે માં ખુદ ને અંદર થી તુટતી મેં તને જોય હતી માં...
માં તે તારા છેલા શ્વાસ માં મારો હાથ અંતિમ વાર પકડ્યો હતો.
અને કાયમ માટે મારા થી દુર જતી જોઈ હતી માં..
આજે ખાલી મારી યાદ માં તારી છબી જોઈ હતી માં..