ક્ષણ છોડી ને , સદી માં શોધું છું!
ખોવાયેલી નાવ , નદીમાં શોધું છું !!
છે બધું છતાં કેમ, ખૂટે છે કશુ ?
સુખના કારણો,અતીતમાં શોધું છું !!
સમાયું બધુંએ , શૂન્યમાં જાણું છું!
તોય જુઓ બધું , અતિમાં શોધું છું !!
ભટક્યા કરે છે મન , આદતોને વશ !
તેનાં બહાના , સપ્તપદીમાં શોધું છું !!
હશે ચોક્કસ કારણો ,મારા જ છતાં !
કારણો વિફળતા, નિયતિમાં શોધું છું !!
થવાય જો સ્થિર , તો તે સહજ મળે !
ટેવ, વશ,લક્ષ્ય ,હું ગતિમાં શોધું છું !!
હાં કેટલો સ્વાર્થી છું , હું પણ જુઓને !
ઈશ્વરને પણ હું , આપત્તિમાં શોધું છું !!!
#અંતિમ