Gujarati Quote in Funny by Doshi Gaurangkumar

Funny quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*બકો:* પપ્પા, તમે તો મેથ્સના ખાંટું છો, તો એક સવાલનો જવાબ આપો

*પપ્પા:* હા! બોલો બેટા! પૂછ તારે જે પૂછવું હોય એ! દુનિયાના કોઈ પણ પ્રશ્નનો જવાબ આ તારા જીનીયસ ડેડ પાસેથી મળી જ રહે.

*બકો:* તો બોલો પપ્પા, એક સફરજનના એકસરખા થ્રી પીસ કરીએ તો દરેક પીસ કેટલો થાય?

*પપ્પા:* 0.333 બેટા. આ તો સાવ સહેલું.

*બકો:* ઊભા તો રહો! 0.333 ને 3 વડે મલ્ટીપ્લાય કરીએ તો શું આવે?

*પપ્પા:* 0.999 , આ પણ સહેલું સટ્ટાક.🤩🤩

*પપ્પા:* ટફ તો હવે આવશે ડેડ...! બોલો સફરજનનો બાકીનો 0.001 ભાગ કયાં ગયો?

*પપ્પા(માથું ખંજવાળતા):* આ વિચારવું પડશે સાલું!
🤔🤔🤔

*રસોડામાંથી મમ્મી:*
બેટા, એમણે કદી ઘરનું કામ કર્યું હોય તો ખબર પડે ને!!! તારા નવરા બાપને સમજાવ કે..

*એટલું ચપ્પુ પર ચોંટ્યું હોય!!*
.🤪🤪 🤨🤨😅😅

Gujarati Funny by Doshi Gaurangkumar : 111392332
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now