Numerology And Your Personal Vehicles
એક્સિડન્ટની અનહોનીથી બચવા, વાહન પસંદ કરો તમારી જન્મતારીખથી
જી હા, જો તમે એક્સિડન્ટ અને અનહોનીથી બચવા માંગો છો તો તમારે તમારા વાહનના નંબર ઉપર ધ્યાન આપવું જોઈએ. એવું જોવા મળે છે કે અનેક લોકો જે સાવધાનીથી ડ્રાઇવિંગ કરે છે તેમ છતાં તેઓ બીજાની ભૂલ અને અસાવધાનીને લીધે એક્સિડન્ટના શિકાર બને છે. એવું પણ બને છે કે તમે પોતાના વ્હીકલ ઉપર ખૂબ જ ખર્ચો કરી દો છો અને તેમ છતાં તમારું વાહન તમને સાથ નથી આપતું. એમાં કંઈને કંઈ ખરાબી થતી જ રહે છે.
જો તમે પોતાની ગાડીનો નંબર અંક જ્યોતિષ પ્રમાણે રાખશો તો પરેશાનીઓથી બચી શકશો અને ભવિષ્યમાં બનનારી દુર્ઘટનાઓ પણ ટળી જશે. જાણો અંક જ્યોતિષ પ્રમાણે કેવો નંબર હોવો જોઈએ તમારી ગાડીનો....
અંક-1
તમારા વાહનના નંબરનો કુલ યોગ 1,2,4 અને 7 રાખવો જોઈએ. પીળો, સોનેરી અથવા હળવા રંગનો હોવો જોઈએ. તમે 6 કે 8 નંબર વાળું વાહન ન ખરીદો. સાથે જ નીલો, ભૂરો અને જાંબલી કે કાળા રંગનું વાહન ન ખરીદો.
અંક-2
તમારા માટે એ વાહન અનુકૂળ હશે જેનો કુલ યોગ 1,2,4 કે 7 હશે. 9 નંબરવાળું વાહન ન રાખવું. તમે સફેદ અથવા હળવા રંગનું વાહન ખરીદો. લાલ અથવા ગુલાબી રંગનું વાહન ન લો.
અંક-3
તમારી ગાડીના નંબરનો કુલ યોગ 3,6 અને 9 હોવો જોઈએ. 5 કે 8 નંબર વાળું વાહન તમારા માટે સારું નહીં રહે. પીળો, જાંબલી કે ગુલાબી રંગનું વાહન ખરીદો. હળવો લીલો, સફેદ, ભુરા રંગના વાહનથી બચો.
અંક-4
આ અંક વાળી ગાડીનો કુલ યોગ 1,2, 4 અને 7 હોવો જોઈએ. તેને 9,6 અને 8 નંબરના વાહનથી હાનિ થઈ શકે છે. નીલો કે ભૂરા રંગનું વાહન ખરીદો અને ગુલાબી કે કાળા રંગનું વાહન ન ખરીદો.
અંક-5
જો તમારો મૂળાંક 5 હોય તો તમારી ગાડીના નંબરનો કુલ યોગ 5 રાખવો જોઈએ. 3,9 કે 8 નંબર વાળું વાહન ના રાખવું. હળવો લીલો, સફેદ અથવા ભુરા રંગનું વાહન ખરીદવું. પીળો, ગુલાબી કે કાળા રંગના વાહનથી હાનિ થઈ શકે છે.
અંક- 6 મૂળાંક 6 ધરાવનારાઓના ગાડી નંબરનો કુલ યોગ 3,6 કે 9 હોવો જોઈએ. 4 કે 8 નંબરથી બચવું. તમને હળવો નીલો, ગુલાબી અથવા પીળા રંગનું વાહન ખરીદવું જોઈએ. કાળા રંગનું વાહન લેવાથી બચવું.
અંક-7 તમારી ગાડીના નંબરનો કુલ યોગ 1,2 કે 4 કે 7 હોવો જોઈએ. 9 કે 8 નંબર વાળું વાહન ન હોવું જોઈએ. નીલા કે સફેદ રંગનું વાહન ખરીદવું જોઈએ.
અંક- 8 આ અંક ધરાવનારા પોતાની ગાડી નંબરનો કુલ યોગ 8 રાખે. 1 કે 4 નંબરવાળું વાહન રાખશે તો સારું થશે. તમારો અંક શનિનો અંક છે. એટલા માટે તમે કાળો, નીલો અથવા જાંબલી રંગનું વાહન ખરીદો.
અંક- 9 મૂળાંક 9 ધરાવનારાનો પોતાની ગાડી નંબરનો કુળ યોગ 9,3 અને 6 રાખો. તેમને સારો લાભ મળી શકે છે. 5 કે 7 નંબરવાળા વાહનથી નુક્સાન થઈ શકે છે. સારું રહેશે કે તમે લાલ કે ગુલાબી રંગનું વાહન ખરીદો.