વાળમાં ડેંડ્રફ થવાથી વાળ નિર્જીવ થવાની સાથે જ ખરવા લાગે છે. વાળમાં લગાતાર ડેંડ્રફ રહેવાથી પરેશાન લોકો અનેક વાર એન્ટી ડેંડ્રફ શેમ્પુનો ઉપયોગ કરે છે. પરંતુ આ રીતે શેમ્પુનો ઉપયોગ ડેંડ્રફને જડથી સાફ નથી કરી શકતો. એટલા માટે ડેંડ્રફને જડમૂળથી નાશ કરવા માટે ઘરેલું ઉપાય વધુ કારગર સાબિત થાય છે.
ડેંડ્રફનો નાશ કરવા માટે કેટલીક ઘરેલુ ટિપ્સઃ-
-દહીંમાં બેસન મેળવી વાળના મૂળમાં લગાવી એક કલાક પછી માથુ ધોઈ નાંખો. તેનાથી વાળમાં ચમક વધી જશે અને વાળમાં ડેંડ્રફવી સમસ્યાથી આપમેળે જ છુટકારો મળી જશે.
- ડેંડ્રફની ફરિયાદ બોય તો દહીંમાં કાળીમરીનું ચૂર્ણ મેળવીને ધૂવો. અઠવાડિયામાં બે વાર ચોક્કસ ધૂવો. તેનાથી ડેંડ્રફ સમાપ્ત થઈ જશે. તો વાળ મુલાયમ, કાળા, લાંબા અને ઘાટ્ટા થવાથી તમારી સુંદરતામાં ચાર-ચાંદ લાગી જશે.
-પીસેલી મહેંદી એક કપ, થોડો કોફી પાવડર, 1 ચમચી દહીં, 1 ચમકી લીંબુનો રસ, 1 ચમકી પિસેલ કાથો, 1 ચમચી આમળાનું ચૂર્ણ, 1 ચમકી સૂકવેલ ફૂદીનાનું ચૂર્ણ. આ બધાને મિશ્ર કરીને રાખી દો. વાળ ઉપર એક કલાક લગાવીને ધુઓ. તેનાથી વાલ મુલાયમ અને કાળા થવા લાગશે.
-કાળી માટી પણ વાળ માટે ખૂબ સારી માનવામાં આવે છે, કાળી માટીને બે કલાક ભીંજવી તેને માથા ઉપર લગાવો અને અને સૂકાયા પછી ધૂવો. તેનાથી વાળ મુલાયમ થઈ જશે.
-નારિયળના તેલમાં લીંબુનો રસ મેળવી વાળના મૂળમાં લગાવવાથી વાળ કસમયે પાકવાનું અને ખરવાનું બંધ થઈ જાય છે.
-આમળાના ચૂર્ણને પીસેલી મહેંદી મેળવી લગાવવાથી વાળ કાળા અને ઘાટ્ટા રહે છે.