સ્ત્રી દાક્ષીણય (એક કટાક્ષ)
**********************
એક સમાજસેવિકા સભામાં "સ્ત્રી પુરુષ સમોવડી " પર સરસ ભાષણ આપી રહયા હતા..
" સંસ્કાર એટલે ફક્ત સ્ત્રીઓની જાગીર નહીં પુરુષ પણ સંસ્કારો થી ભરેલો હોવો જોઈએ, માતાપિતા એ દીકરાને પણ સ્ત્રી-દાક્ષિણ્ય શીખવવું જ જોઈએ.."
આ વાતને ઓડિયન્સે તાલીઓનો ગગડાટ સાથે વધાવી લીધી
ત્યાંજ મેડમનો કોલ આવ્યો..
હેલો સરિતા મેડમ , મારા સંબંધી ને બળાત્કાર ના કેસ માં તમારી દયાથી જામીન મળી ગયછે આજે રાત્રે પાર્ટી છે..જરૂરથી આવજો..!
ચોક્કસ , કહીને મેડમેં ફોન મૂકી દીધો..