ખબર નથી તેના પર શું વીતી છે!
લાગે છે કશી ધારદાર વીતી છે.
સાદ આપ્યો તોયે ના અવાજ આવ્યો
લાગે છે માંજાથી પડેલ ચીરા સમી વીતી છે.
અને જોઈ તસવીર એની કાઢી પાકિટ થી
ના રહેવાયું આંખોથી હૈયાફાડ ચીસ પળી છે.
અંતિમ ઇચ્છા જવું તેના ધરતીના છેડે
લગાવું મલમ જ્યાં ધારદાર વીતી છે.
#અંતિમ