છૂટાછેડા નાં દસ્તાવેજ નાં અંતિમ ફકરો વાંચી ને વકીલે બેવ પક્ષોના અસીલોને હસ્તાક્ષર કરવા કહ્યું. એણે હસતા મોઢે ઉતાવળથી પોતાના હસ્તાક્ષર કર્યા. એક સારી મોટી રકમ મળવાની હતી અને તમામ જવાબદારી માંથી આઝાદી.
બીજીતરફ પુરુષની આંખોમાં પાણી ઉભરાતું હતું. એ નક્કી ના કરી શકતો હતો કે એ હસ્તાક્ષર કરે છે કે અંતાક્ષર.....
#અંતિમ