ઘણી આશાઓ સેવી,પણ નિરાશા મળતા વાર ક્યાં લાગી?
ઘણા સપના જોયા,પણ સપના તૂટતાં વાર ક્યાં લાગી?
બહુ અભિમાનમાં રાચ્યો,પણ અભિમાન તૂટતાં વાર ક્યાં લાગી?
ઘણો ઊંચાઈએ પહોંચ્યો,પણ જમીન પર પટકાતા વાર ક્યાં લાગી?
ઘણી શ્રદ્ધા રાખી,પણ શ્રદ્ધા ડગતાં વાર ક્યાં લાગી?
બધાને પોતાના ગણ્યા,પોતાનાને પારકા થતાં વાર ક્યાં લાગી?
ઘણું જીવ્યો સ્વના મદમાં,અંતિમ ક્ષણ આવતા વાર ક્યાં લાગી?
નિમિકા.
#અંતિમ