#અંતિમ
નથી તારો આ "અંતિમ" કોઈ માર્ગ છે
સફરમાં એકલા ચાલવાની શરૂઆત છે
ભલે હોય કંકર પત્થર ભરેલ ખડક
તારા વિચારોને પામવાની શરૂઆત છે
મુશ્કેલ બાધાઓ બઘીને ગભરાવી ગઈ
એ તારો સાથ માપવાની શરૂઆત છે
હશે હજાર રૂકાવટ આ મંજિલ માટે
એને તો મારી જ બનાવવાની શરૂઆત છે
તારો જોશ જુનુન તારી હિંમત છે "બિંદી"
જમાને પહેચાન આપવાની શરૂઆત છે
-બિંદીયા