અંતિમ શબ્દ બહુ કઠોર લાગે છે.
અંતિમ શબ્દ બહુ મધુર લાગે છે.
પ્રિયજન ને અપાતું અંતિમ પ્રોમિસ,
વાસ્તવ માં તે કેવું ખોખલું લાગે છે!
ભાવનાશીલ ને મળે ધોખા ને ફરેબ,
દર વખતે તેમને તે અંતિમ લાગે છે!
અંતિમ હપ્તો ,ઇ એમ આઇ કે પેગ,
એ બધા અંતિમ ખૂબ પ્યારા લાગે છે.
મિલન અને જુદાઈ સિક્કા બે બાજુ,
અંતિમ વિદાય મા ની વસમી લાગે છે.
#અંતિમ