અંતિમ શબ્દ ના
અનેરા રૂપ રંગ અને
સ્વાદ હોય છે!
કયાં સ્વરૂપે આપને
મળે એ પ્રમાણે તેની
અસર હોય છે!
લોન નો અંતિમ હપ્તો,
ઘરનો અંતિમ હપ્તો કે
કાર નું અંતિમ ઈ એમ આઇ
હોય ત્યારે અંતિમ શબ્દ
ભગવાન લાગે છે!
અંતિમ પેગ કે સીપ નો
સ્વાદ અનેરો લાગે છે!
છૂટા પડતા સંબંધ ની
અંતિમ મુલાકાત ને
શબ્દો ખૂબ જ ભારે હોય છે.
અંતિમ શબ્દ બહુ
કઠોર લાગે છે અનિલ,
જયારે કોઈ
પ્રિયજન ની
અંતિમ વિદાય
થાય છે.
#અંતિમ