એક સાંજ પ્રિયતમની સાથ
અાથમતા સૂર્યની લાલીમા સમો કેસરીયો આ સાથ
ઉજાશની ચાદર લપેટીને અાછેરા અંધકારની સાથ..
સાંજનુ સરનામુ પુછશો ના એક સાંજ પ્રિયતમની સાથ...
ધબકતા હૈયાની ચૂપકીદીથી ચાલતો આપણો સંવાદ..
મૂંગી રહીને કઈક વાચાળ બની બેસતી વાતોનો છે નાદ..
સાંજનુ સરનામુ પુછશો ના એક સાંજ પ્રિયતમને સાથ...
અંકોડા ભીડીને પકડાયેલી તારીમારી હથેળીનો હસ્તમેળાપ..
જગથી છીનવીને તારા સાનિધ્યના રંગે ખેલાઈ રહ્યો છે રાસ..
સાંજનુ સરનામુ પુછશો ના એક સાંજ પ્રિયતમને સાથ...
તારા ખભે ઝૂલતી મારી વાળની લટનો પણ ઉલ્લાસ.
અધરથી અધરના પાન થયાને હું તારામા બની એકાકાર..
સાંજનુ સરનામુ પુછશો ના એક સાંજ પ્રિયતમને સાથ..
દિનપ્રતિદિન ઓગળ્યા રાખે મારા અસ્તિત્વનો આકાર.
પળપળના મોતી વીણી વીણી હું સાંજની જોયા કરુ વાટ..
સાંજનુ સરનામુ પુછશો ના મને એક સાંજ પ્રિયતમને સાથ..
-તૃપ્તિ