લોકો શું કહેશે ?
ના બાંધ બેડી પગમાં ગેરસમજની..પાંખ ફેલાવી ઉડ,
નારી તું બન સબળા ,અબળાની મોહર ને તું તોડ...!
એક પગલુ માંડ પ્રગતિનુ લાકો શુ કહેશે એ છોડ !
નથી ચોક્કસ તું તો કઈ નહી અચોકકસ ને પણ જોડ !
આપણી સીમા ભલે બાંધી અસીમને પણ તું જોડ !
એક પગલું માંડ તારા તરફી લોકો શું કહેશે છોડ !
પૂરી કરી બધાની ઈચ્છા હવે તારા કોડ પણ જોડ !
અાપણી અધૂરી આશાને પણ તું હવે ચલ જોડ !
એક પગલું ઇચ્છાપૂર્તિનું તારુ,લોકો શું કહેશે છોડ !
સાચવી જાણ્યા તે બધા સંબંધ કુટુંબ કેરા !
હવે તારી ખુદની સહેલીઓને જરા શોધ..!
એક પગલુ મિત્રતા તણુ ભર,લોકો શું કહેશે છોડ !
એક ડુબકી ખુદ માટે ખુદમા મારીને સ્વ માટે સ્વ ને શોધ !
ફરી સમય કાઢ ખુદ માટે ખુદની ચેતનાને ઢંઢોળ..
ખુદની ખુદા બની જા,લોકો શું કહેશે તે છોડ !
-તૃપ્તિ