દિકરી બની વહુ આજે,
ચાલી સાસરિયે મનને ટપારને,
શરૂ કર્યો અકથિત વાતોનો સિલસિલો.
પહેલાં ની જેમ ઉડવું,હસવું, રમવું,
બની ગયું સાસરિયા પર આધારિત,
લગામ લાગી ગઈ જીવનમાં.
પહેલાં ની જેમ ખાવું, પીવું, સૂવું,
ન રહ્યું પોતાના પર આધારિત,
બધા ની ક્ષુબ્ધા સંતોષવામાં.
પહેલાં ની જેમ હરવુ,ફરવું, મોજમસ્તી કરવી,
અર્પણ કરી દીધું બધાની,
ઈચ્છા અને આકાંક્ષાઓને માન આપવામાં.
હવે જ્યારે આવે મમ્મી નો ફોન,
અકથિત અગણિત વાતો મનમાં રાખી કહે,
મમ્મી હું ખુબજ ખુશ છું, મારી ચિંતા ના કરતાં.
#અકથિત