એક સાંજ પ્રિયે સાંભરુ તારી સંગાથ
ઘૂઘવતા દરિયા સમી લાગણી અગાથ
છે રંજ મુજને ના મળ્યાનો તુજ સાથ
સાંભરે મને જોને એ હાથોમાં તારો હાથ
દિલથી ભરી અફાટ રણ સમી કોરી બાથ
લઈને ફરું હું નિશ તુજ યાદો કેરો પ્રેમ રથ
અરમાનો ના અગ્નિ માં જલતું જંગલ ગાથ (ગાઢ)
તુજ મિલનની સાક્ષીરૂપ આ સાંજ નો સાથ
(ભાવુ ) ભાવના જાદવ