Gujarati Quote in Microfiction by jd

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#અકથિત
#repost
#acid attack

એસિડ એટેક


સુરતમાં આવેલી BAPS હોસ્પિટલમાં ICUની બહાર  રમેશભાઈ, રમાબેન અને પોલીસ કમિશનર મિસ્ટર વાઘેલા ઊભા હતા.

રમાબેન લગભગ છેલ્લા એકાદ કલાકથી રડી રહ્યા હતા અને એનું કારણ હતું કે ICU ની અંદર બેડ નંબર ૨ પર દાખલ થયેલી એની ફુલ જેવી ૨૨ વર્ષની માસૂમ દિકરી પર કોઈક નરાધમે એસિડ ફેકયૂ હતું.


એટલામાં માં જ રમાબેન નો દિકરો રાકેશ ત્યાં આવ્યો અને એમના પિતાને પુછ્યું કે આ બધું કંઈ રીતે થયું.


" રીયાની આજે પરીક્ષા હતી ૧૧ વાગ્યે એ કોલેજ પહોંચી ગઈ ત્યારે એને ખબર પડી કે એ હોલ ટીકીટ ઘરે ભુલી ગઈ છે તો એ એની ફ્રેન્ડની સ્કૂટી લઈને આવતી હતી ત્યારે એના મોઢા પર સ્કાર્ફ બાંધ્યો હોવાથી એ હેવાને તારી બેન ને સ્કૂટીની માલીક કિરણ સમજીને એસિડ છાંટી દીધુ." આટલું બોલતાંની સાથે જ રમેશભાઈ રડવા લાગ્યા.


એટલામાં રાકેશ ICU ની અંદર ગયો અને રીયાની હાલત જોઈને પોતાને પસ્તાવો થતાં ટેબલ પર પડેલા scalpen થી પોતાના જ હાથની નશ કાપી નાખી.


Moral of story : જે તમારી બહેન કે પત્ની સાથે ન થવું જોઈએ એ તમે બીજાની બહેન કે કોઈ પણ સ્ત્રી સાથે ન કરો ન કરવા દો કોઈ ને પણ.‌..

Gujarati Microfiction by jd : 111390857
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now