એક પ્રશ્ન
ઘડીક મનના ભીરૂ ડરથી ઘડીક ર્હિદયી ઋણી જેના
કેટ કેટલી રીતે લોકો પૂજે તુજને સમજી એના
જેનું સર્જન તું કર એ જ વિસર્જન વિધિ કરતાં તારી
રહ્યાં સહુ ક્ષણ ભંગુર છતાંય વળાવવાની હોંશ ભારી
માંગણીભરી છાબ છલકે જાણે અહીં બધું વેચાતું
લોભે વળગ્યો થોભે નાહી આવ્યું અઢળક ના દેખાતું
જોયો એકજ સૂરદાસ પ્રજ્ઞા ચક્ષુ એ પામ્યો તુજને
રૂપ રહિત તું દ્રષ્ટિ વાળા સૂરદાસે ન માન્યો તુજને
શ્રદ્ધા સાથે માણસ માંગે તારો હોવાનોય પુરાવો
લીધો હરએક શ્વાસ શું એ જ નથી ઈશ્વર નો પુરાવો?---
આરતી બક્ષી.