કાવ્ય:
વાસંતી ફૂલ એક ખીલ્યું મારા બાગમાં
કરોને વધામણાં વસંતના
રીસાએલી મદભર માનુબીના
આજ વસંતે કરો મનામણા
આ તે વસંતનો જાદૂ કેવોક ને
કેવો ઉન્માદ નો રેલો
હેમંત શિશિર ની સુસ્તિમાં રાચતો
માનવ કાં થાય આજ ઘેલો
વાસંતી ગીતોથી મઘમઘતો ઋતુરાજ
વાસંતી રંગે રંગાયો
મદભર વાસંતી વાયરા નો કેફ આજ
યૌવન ની આંખમાં રેલાયો
દુઃખને ભૂલી ને આજ સુખમાં રાચો ને તમે
જીવન ને રંગ એક આપો
નિરાશા હતાશા દૂર કરી આજ તમે
ગમ્મત ગુલાલ ને રેલાવો
પरंજય. જોષીપુરા.