Gujarati Quote in Quotes by Nimika

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હે,ઋતુરાજ આવ્યો રે, વાસંતી વાયરા લાવ્યો રે,
વસંત આવ્યો રે,વસંત આવ્યો રે.

પાનખરની ઉદાસી સાથે છેડો ફાડો રે, વસંત આવ્યો રે,
ઈશ્વરે ભર્યું આનંદનું ગાન, વસંત આવ્યો રે.

ધરતીએ પહેર્યું લીલું પાનેતર રે,વસંત આવ્યો રે.
ભમરો કરે ફૂલે ફૂલે ભ્રમરગાન‌ રે ,વસંત આવ્યો રે.

કોયલ રેલાવે મીઠા સુર રે,વસંત આવ્યો રે.
ફૂલોએ કરે રંગોની લહાણી રે, વસંત આવ્યો રે.

વૃક્ષો પર બેઠા છે નવા મ્હોર રે, વસંત આવ્યો રે,
ધરતી બની શ્રીમંત રે,વસંત આવ્યો રે.

પતંગિયું પ્રસરાવે નવા રંગ રે, વસંત આવ્યો રે,
ઈશ્વર ભરે જીવનમાં નવો ઉમંગ રે, વસંત આવ્યો રે.

હે,ઋતુરાજ આવ્યો રે, વાસંતી વાયરા લાવ્યો રે,
વસંત આવ્યો રે, વસંત આવ્યો રે.


#વસંત

Gujarati Quotes by Nimika : 111388236
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now