ચાલને થોડું હું પણ લખું
કહે છે બાર ગાઉ એ બોલી બદલાય,
બદલાય વેશ-પહેરવેશ,
પણ આ પ્રેમનું તો મેં હમણાં જ જાણ્યું,
કહે છે બધાં આ રણ માં શુ છે ???
અરે છે ધૂળ, વાયરા, ખાર ; બીજું કાંઈ નઈ,
પણ રણમાંજ છે ગુલાબ એતો મે હમણાં જ જાણ્યું,
ચાલને થોડું હું પણ લખું,
આ ભોંમ બદલાય એટલે રિવાજ બદલાય,
પણ આ લાગણી બદલાવાનું તો મેં હમણાં જ જાણ્યું,
ચાલને થોડું હું પણ લખું,
કહે છે બધા જીવનમાં ધંધો , નોકરી જ છે,
પણ બીજું એ ઘણું બધું છે એતો મેં હમણાં જ જાણ્યું,
કહે છે બધું દિમાગ થી જ થાય છે,
પણ દિલથી એ ઘણું બધું થાય ,
એતો *પ્રવિણ* મેં હમણાં જાણ્યું .
ચાલને થોડું હું પણ લખું .....
*-- પ્રવિણ ગજ્જર*