Gujarati Quote in Poem by Alpesh Umaraniya

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઉઠતાની સાથે જ તને યાદ કરું છું.
પછી બ્રશ અને સ્નાન કરુ છું.

નાસ્તાની સાથે જ તારી પળો વિતાવું છું.
દેવદર્શન કરીને હું વિશ્રામ કરુ છું.
સાથે જ તને હું યાદ કરું છું.

વાંચું છું પુસ્તક અને કવિતાઓ લખું છું
વિતાવેલ પળ હું અનુભવી લખું છું.
સાથે જ તને હું યાદ કરું છું.

બપોરનું ભોજન અને ઊંઘ હું લઉં છું.
સાથે જ તારા આંગળાની મીઠાસ પણ લઉં છું.
સાથે જ તને હું યાદ કરું છું.

સૂવાની સાથે હું યાદ કરું છું.
હળવેકથી કરીને હું લટ્ટ દૂર કરુ છું
સાથે જ હું તને યાદ કરું છું.

ઊઠીને ભગવાનને સાથે જ જગાડું છું.
આવવાની તારી હું પળો ગણું છું
સાથે જ તને હું યાદ કરું છું.

મિત્રો બોલાવીને ચર્ચાઓ કરું છું
જીવનની બધી હું તકલીફો કહું છું.
સાથે જ તને હું યાદ કરું છું.

સાંજના શણગાણની તૈયારી કરું છું.
ભાવથી ભજીને હું આરતી કરુ છું
સાથે જ તને હું યાદ કરું છું..

રાત્રિનું ભોજન કુટુંબીઓ સંગ કરું છું.
તારા હાથની રોટલીઓ હું વાગોળ્યા કરુ છું.
સાથે જ તને હું યાદ કરું છું.

સૂવાની વ્યવસ્થા હું જાતે જ કરુ છું.
ખાટલો અને ગોદડું હું જ પાથરૂ છું.
સાથે જ તને હું યાદ કરું છું.

નિદ્રામાં તારી વાતો જ કરુ છું.
જીવનના સપના થી હું સવાર કરું છું.
સાથે જ તને હું યાદ કરું છું.

દિનચર્યા મારી હું આજ પાળું છું.
ચોવીસ કલાક હું આમ જ વિતાવું છું.
સાથે જ તને હું યાદ કરું છું.

- અલ્પેશ

Gujarati Poem by Alpesh Umaraniya : 111387406
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now