અવળું પગલું ભરતા પેલા વિચારજો એ માતા નું કે જેમને નવ મહીના પોતાના પેટ માં જીલી આ દુનિયા માં લાવ્યા તમને,
અવળું પગલું ભરતા પહેલા વિચારજો એ પિતા નું કે જેમને દુનિયા સામે લડી અહી પોહચાડિયા તમને,
અવળું પગલું ભરતા વિચારજો એ પત્ની નું કે જેમને આવળી મોટી દુનિયાં માંથી પસંદ કર્યા તમને,
અવળું પગલું ભરતા પહેલા વિચારજો એ બહેન નું કે જે આખુ વર્ષ રક્ષાબંધન ની રાહ જોવે રાખડી બાંધવા ની તમને,
અવળું પગલું ભરતા પહેલા વિચારજો એ ભગવાન નું કે જેમને આ દુનિયા માં સારા કામ કરવા મોકલ્યા તમને,
અવળું પગલું ભરતા પહેલા વિચારજો એ સવળું પગલું કે ના ભરવું પડે અવળું પગલું.
- રાજુ રાણીપા
#પગલું