હલચલ નથી કે નથી શોરબકોર
ભેંકાર ભાસે તારું નગર ભગવાન
ગોરંભાયેલ ગગને ચકરાયા પંખીડાં
ભેંકાર ભાસે તારું નગર ભગવાન
સુના શેરી પોળ પુરાયા પીંજરે સૌ
ભેંકાર ભાસે તારું નગર ભગવાન
બન્યા સુના મંદિર મસ્જિદ આજ
ભેંકાર ભાસે તારું નગર ભગવાન
દિપ પ્રગટાવી આશાનું કિરણ સિચ્યું
ઝગમગ થાશે તારું નગર ભગવાન