જિંદગીમાં સમય પ્રમાણે પગલાં ભરવા પડે છે.
જ્યાં ના થાય ત્યારે પાછા પગલાં ભરવા પડે છે.
જિંદગીમાં દરેક રસ્તા સીધા અને સરળ ના હોય,
ત્યારે મક્કમ ઇરાદા સાથે પગલાં ભરવા પડે છે.
જીવનમાં કોઈના પગલે પગલે કદી ના ચાલતા,
જાત ઓળખ માટે અઘરા પગલાં ભરવા પડે છે.
આજે શોર્ટકટ ના રસ્તે બહુ લોકો ચાલે અનિલ,
પ્રમાણિકતા માટે અનોખા પગલાં ભરવા પડે છે.
#પગલું