............હિંમત તો તું કર આજે............
મારી નીગાહોના સમુદ્રમાં ડુબી જવાની,
હિંમત તો તું કર આજે.
મારી આંખોથી નશો લઈ લે તું એક વાર,
હિંમત તો તું કર આજે.
મારી આંખોને તમારી જ રાહ છે,
હિંમત તો તું કર આજે.
ચહેરાને આંખમાં નહિ,દિલમાં રાખી,
હિંમત તો તું કર આજે.
તારા હોઠને જૂની વાતોથી ભરી દે,
હિંમત તો તું કર આજે.
મારા વાળમાં પ્રેમ ભર્યો હાથ ફેરવીને,
હિંમત તો તું કર આજે.
મુસ્કાન આવે છે મને તારાજ કારણે,
હિંમત તો તું કર આજે.
જીવન પૂરું થયા પહેલા આવવાની,
હિંમત તો તું કર આજે.
લી. રુદ્ર રાજ સિંહ
તા. ૦૫/૦૪/૨૦૨૦