*અંત તરફ દોટ આંધળી મૂકી હતી આ દુનિયાએ*
*એના અંતને ઠેલવવા આ વિરામ જરૂરી હતો*.
*શોખીન તો હતાં બધા પણ શોખ ભૂલી ગયા*,
*એ શોખ પાછાં કેળવવા આ વિરામ જરુરી હતો*..
*લોકોએ પક્ષ બદલ્યો,પક્ષોએ સરકાર બદલી*,
*રૂંધાતી લોકશાહી માટે આ વિરામ જરૂરી હતો*.
*રચ્યા કુદરતે દૃશ્યો ઘણા, ઘણા રંગો વિખેર્યા*
*કુદરતના એ રૂપને માણવા આ વિરામ જરૂરી હતો*..
*ઈન્ટરનેટ થકી વિશ્વ થયું નાનું, અંતર થયું ખતમ*
*મિથ્યા એ તોડવા આ વિરામ જરૂરી હતો*..
*નવા સંબંધો બહુ બાંધ્યા,જૂના ટકાવી ના શક્યા*,
*એ સંબંધો તાજા કરવા આ વિરામ જરૂરી હતો*..
*કમાયા થોડું અને વાપર્યું ઘણું દેખાદેખીમાં*,
*હિસાબ એનો મેળવવા આ વિરામ જરૂરી હતો*..
*એકબીજાને સમજાવ્યા સહુએ, ખુદને સમજ્યા નહિ*
*એ સમજદારી કેળવવાં આ વિરામ જરૂરી હતો*..
*ઓળખાણો નવી વિકસાવી ઘણી અને વાપરી પણ*,
*ખુદની ખુદથી ઓળખાણ માટે આ વિરામ જરૂરી હતો*