વિચારો ના વમળમાંથી કવિતાનો પ્રારંભ થાય છે.
વાત વાતોમાંથી વાર્તા લખવાનો પ્રારંભ થાય છે.
પુરુષાર્થ અને પ્રારબ્ધ બંને નો સાથ મળે છે જ્યાં,
ત્યારે જ તો ઇતિહાસ ને રચવાનો પ્રારંભ થાય છે.
કોરોના વાઇરસ સામે ની આ લડાઈ છે જ અઘરી,
હોય એકતા તો જંગ જીતવાનો પ્રારંભ થાય છે.
બધું હું જ લખું છું અને હું જ વાચું છું અનિલ,
માતૃભારતી મળી સર્વ ના લખવાનો પ્રારંભ થાય છે.
#પ્રારંભ