" માનવીએ બાળપણથી સમજણ સુધીના સફરમાં જીવનના અનેક સ્તર જોયા છે"
બાળપણમાં માત્ર ભોગવેલ એકલવાયા અમૂલ્ય પ્રેમને, આજે અનેક જગ્યાએ વેહચાતો જોયો છે.
જ્યા હતી નિશ્વાર્થ પ્રેમ અને લાગણી, ત્યા અાજ ક્યાક કળવાહટ પણ જોઈ છે.
હતા શકુની અને મંથરા મહાભારત અને રામાયણના પાત્રો, પણ હાલેય તેની ભૂમિકા ભજવતા માનવીઓને જોયા છે.
રહેતા હતા પરિવારના પ્રેમની છાયામાં, આજે તેમને પણ એકલવાયા જીવન જીવતા જોયા છે.
હતી લાગણીયો, હતો અપાર સ્નેહ જેમની પર, આજે તેમને પણ મોં ફેરવતા જોયા છે.
જ્યા કેવાતુ હતુ હકથી, ત્યા આજે માનવીને વિચારીને કહેતા જોયો છે.
જ્યા થતી અવાર નવાર અખૂટ વાતો, આજે તેમને પણ વાતો ટૂંકાવતા જોયા છે.
હતો સાચો પ્રેમ, સાચી લાગણી, આજે તેમને પણ મેં દુનિયા છોડતા જોયા છે.
હતા અેક જ રંગના સંબંધો, આજે તેમને પણ અનેક રંગ બદલતા જોયા છે.
જ્યા મળતો નિશ્વાર્થ અખૂટ પ્રેમ, ત્યા તેમને પણ પ્રેમ ટૂંકાવતા જોયા છે.
હતી માત્ર એકજ હસી મજાકની રમૂજી જીંદગી, આજે તેના પણ અનેક રૂપ જોયા છે.
માનવીએ બાળ૫ણથી સમજણ સુધીની સફરમાં જીવનના અનેક સ્તર જોયા છે।
- દેસાઈ જિનલ