Gujarati Quote in Poem by SUNIL VADADLIYA

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તરી ગયો છું !

સમયના વહેણમાં તરતા ન શીખ્યો તેથી ડૂબી ગયો છું
સાચું કહું ડૂબવાની પણ મજા છે ડૂબીને તરી ગયો છું !

તરનારા શું જાણે ? ડૂબવાની પણ સજા પામી ગયો છું
સાચું કહું જે તરનાર ન પામે તે મજા હું પામી ગયો છું !

ફરીફરી એ જ વાતો તારમારનો ભેદ તું કરી ગયો છું
આ ભેદભાવની રિતોના કારણે હું જુદો પડી ગયો છું !

ક્યાં તમે પણ છો ? આલાખાચરવાડા જાણી ગયો છું
એટલે તો છાતી ઠોકી કહું હું હારીને જીતી ગયો છું !

નાહકની ચર્ચાઓના ચોતરેથી ઉભો થઇ ગયો છું
સત્ય અસત્ય હું જાણું તેથી ડૂબીને તરી ગયો છું !

નોંધ :- સ્વરચિત છે કોઈએ કોપી પેસ્ટ કરવી નહીં....

Gujarati Poem by SUNIL VADADLIYA : 111385616
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now