બાપ જેવા બેટા
(રાજ તેના ભાઇ ના રુમ નો દરવાજો ખખડાવતા)
સિમરન -કોણ ?
રાજ-ભાભી હુ છુ રાજ.
સિમરન-આવો ને.
રાજ-ભાઇ કયાં ગયો?
સિમરન-હમણાં જ ઓફીસ માટે નિકળ્યા.
રાજ-મને સેવિંગ કીટ જોયતી હતી આપશો ?
સિમરન-આ રહી. એમા પુછવા નુ થોડુ હોય.
રાજ-પુછવુ તો પડે ને ભાભી.
સિમરન-મારા આવ્યા પહેલા કયારેય પુછતા તમે?
રાજ-ના ક્યારેય નહી.
સિમરન-તો હવે કેમ ?
રાજ-(હસતા હસતા)રિસપેક્ટ ભાભી રિસપેક્ટ.
સિમરન-ઓહ સરસ.
રાજ-રાત્રે સામેવાળા ના ઘરે પુજા મા જવાનુ છે એની તૈયારી કરતા લાગો છો.
સિમરન-હા,સાડી પહેરવાની છે ને એટલે.
રાજ-કેમ સાડી ?
સિમરન-મમ્મી એ કીધુ છે કે સાડી પહેરજે.
રાજ-ફાવે સાડી પહેરતા ?
સિમરન-લગ્ન ના દિવસે મારી ફ્રેન્ડ એ પહેરાવી હતી હવે છેક આજે પહેરીશ.
રાજ-ના ફાવતી હોય તો ના પાડી દો ને મમ્મી ને.
સિમરન-એમ મમ્મી ને ના થોડી પડાય ? ટાઇમ લાગશે પહેરતા પણ ફાવી જશે.
રાજ-ભલે.
(બપોરે જમવા ના સમયપર )
રાજ ની મમ્મી -સાંજે ક્યાંય ભટકવા ના જતો પુજા મા જવાનુ છે ખબર છે ને ?
રાજ-હા મમ્મી.એક વાત પુછુ ?
રાજ ની મમ્મી-પુછ ને બેટા.
રાજ -આપડે બહેન ને લગ્ન માટે કેટલા જોડી કપડા લીધા છે ?
રાજ ની મમ્મી -3 સાડી અને 11 જોડી ડ્રેસ
રાજ -ડ્રેસ કેમ આટલા બધા ?
રાજ ની મમ્મી - તો રોજ સાડી થોડી પહેરશે. ખાલી લગ્ન પ્રસંગ માં જ પેહરાય સાડી.
રાજ -ભલેને સાડી રોજ પહેરે.
રાજ ની મમ્મી -તને ખબર છે ને એને સાડી પહેરતા નથી ફાવતુ.
રાજ -તો ભાભી ને પણ નથી ફાવતુ. તો આજે એ ડ્રેસ પહેરે તો ના ચાલે ?
રાજ ની મમ્મી -ના જરાય નઇ. લોકો વાતો કરે આપણા ઘર ની.
રાજ -તો જ્યારે બહેન ડ્રેસ પહેરશે ત્યારે વાતો નહી કરે લોકો ?
રાજ ની મમ્મી -એ દિકરી છે.
રાજ -મમ્મી ભાભી પણ કોઇ ની દિકરી જ છે ને.
રાજ ની મમ્મી -બધા રિવાજો મા તને ખબર ના પડે. તુ આ બધા માં ડાહ્યો ના થા.
રાજ - જવા દે એ બધી વાત. પપ્પા જે લેંઘો ઝભ્ભો પહેરતા એ ક્યાં પડ્યા છે
રાજ ની મમ્મી -મારી તિજોરી માં. કેમ પાછુ શુ થયુ ?
રાજ -હુ એ પહેરી ને અાવીશ ત્યાં એટલે પુછ્યુ.
રાજ ની મમ્મી -ગાંડો થયી ગયો છે કે શુ ? જિન્સ ટિ-શર્ટ મુકી ને લેંઘો જભ્ભો. લોકો શુ કેહશે ?
રાજ -જિન્સ પેહરી ને આવીશ તો લોકો આપણા ઘર ની વાતો કરશે એટલે લેંઘો ઝભ્ભો કહુ છુ.
રાજ ની મમ્મી -એ તારો બાપ પહેરતો. જમાનો આગળ વધી ગયો છે.
રાજ -હુ એજ કહુ છુ મમ્મી જમાનો અાગળ વધી ગયો છે. લોકો ના કેહવા થી શુ ફર્ક પડે છે. મારી બહેન એ તને સાડી માંથી ડ્રેસ પેરતા કરી જ છે ને.
(લગભગ સાંજે)
રાજ ની મમ્મી -(સિમરન ને) વહુ બેટા
સિમરન -હા મમ્મી.
રાજ ની મમ્મી-તારી પાસે લાલ કલર નો ડ્રેસ છે ને ?
સિમરન-હા મમ્મી છે ને. કોને જોઇએ છે?
રાજ ની મમ્મી-આજે સાંજે પુજા માં તુ એ પહેરજે તને એ સારો લાગશે.
સિમરન-(હરખાઇ ને અને રાજની સામે જોઇ આંખો થી આભાર વ્યક્ત કરતી હોય એમ) ભલે મમ્મી.
રાજ ની મમ્મી-(રાજ સામે જોઇ ને) એકદમ એના બાપ પર જ ગયો છે પોતાની વાત ગમે તેમ કરી ને મનાવી જ લે.
(અને પછી બધા હસી પડે છે)